Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઉનામાં દીકરાના લગ્નના ફુલેકામાં હરખથી નાચતા માતાનું હૃદય બેસી જતા મોત

ઉના તા.ર૧ : શહેરમાં દીકરાના લગ્નના ફુલેકામાં હરખથી નાચતા માતાનું હૃદય બેસી જતા મૃત્યુ નીપજતા પરિવારમા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

ઉના તાલુકાના મુળ કાજરડી ગામના અને હાલ ઉના શહેરમાં રહેતા ભાણજીભાઇ તન્નના પુત્ર બાલકૃષ્ણના લગ્ન હોય અને લગ્નમાં મહેમાનો આવી પહોંચ્યા હતા. એ પહેલા તન્ના પરીવારે બાલકૃષ્ણની લગ્નવિધિ પહેલા વરઘોડો કાઢયો હોય અને વરઘોડામાં વરરાજાની  માતા સહિતના કુટુંબ તેમજ સગા સ્નેહીઓ વાજતે ગાજતે વરઘોડામાં નાચતા હતા અને પુત્ર બાલકૃષ્ણના વરઘોડામાં તેની માતા લાભુબેનનો પણ હરખ કયાય સમાતો ન હતો. અને વરઘોડામાં બધાના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. બાલકૃષ્ણ લગ્ન મંડપ સુધી પહોંચે તે પહેલા વરઘોડામાંજ તેની માતાની તબીયત લથડવા લાગતા અચાનકજ ઢળી પડતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા હતા. તબીબે લાભુબેનને મૃત જાહેર કરેલ.

(11:37 am IST)