Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

કણકોટ-મતગણત્રી સ્થળનું પરિક્ષણ...

રાજકોટ લોકસભા બેઠકની જયાં ર૩ મીએ મત ગણત્રી થવાની છે, તે કણકોટ મત ગણત્રી સ્થળે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાંધલે ગઇકાલે પરિક્ષણ કરી તમામ વિગતો મેળવી હતી, તૈયારીઓ અંગે જરૂરી સુચનાઓ અપાઇ હતી. મત ગણત્રી અને  પોસ્ટલ બેલેટના બનાવાયેલ બોકસનું પરિક્ષણ કર્યુ હતું. તે નજરે પડે છે.

(11:32 am IST)
  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST

  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST