Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઉના તાલુકાના સીલોજ ગામે ૩ લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી

ગીર સોમનાથ, તા.૨૧: રાજયવ્યાપી કાર્યરત જળસંચય અભિયાન અંતર્ગત ઉના તાલુકાના સીલોજ ગામે રૂ.૩.૦૪ લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત છે. મનરેગા યોજના અન્વયે તા. ૯ મે થી તળાવ ઉંડુ ઉતારવાની કામગીરનો પ્રારંભ કરવાની સાથે તા. ૨૨ મે સુધી આ કામગીર કાર્યરત રહેશે. આશરે બે હજારની વસ્તી ધરાવતા સીલોજ ગામમાંથી ૧૦૯ શ્રમીકો આ કામગીરીમાં જોડાયા હતા. આ તળાવ ઉંડુ ઉતારવાથી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે.

      સીલોજ ગામના ચિકાભાઈ સુપા સુજલામ-સુફલામ યોજનામાં સહભાગી થતા જણાવ્યું કે, સરકાર દ્રારા નરેગા યોજના અમલમાં મુકી આમારા ગામના લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. ગ્રામજનો વહેલી સવારથી જ અહિંયા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કરવા માટે આવે છે. અગાઉ દ્યરે બેસતા લોકોને આજે સરકારે કામ આપી રોજગારી આપવામાં આવે છે. મોટી સંખ્યામા શ્રમીકો આ યોજનામાં જોડાવા લાગ્યા છે તમામ શ્રમીકોને સરકારશ્રી દ્રારા સમયસર વેતન પણ ચુકવવામાં આવે છે જેથી ગ્રામજનો માટે સરકારશ્રીની આ કામગીરી ખુબ જ સારી છે. 

(12:29 pm IST)