Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ગોમતી સ્નાન નો અનેરો મહિમા

દ્વારકા : અધિક પુરૂષોતમ માસ તેમજ વેકેશન ચાલી રહયું છે રજાના દિવસો માં યાત્રાધામો દ્વારકા તરફ ધીમીધારે યાત્રીકો નો ઘસારો દ્વારકા માં જોવા મલે છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશના દર્શન નો જેટલો મહિમા છે એટલોજ પવિત્ર ગોમતી નદિમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. દર ત્રણ વર્ષે આવનાર અધિક પુરૂષોતમ માસમાં પ્રથમ ગોમતી સ્નાન કરી પુણ્ય નું ભાથું બાંધી ત્યારબાદ દ્વારકાધીશ ના દર્શનાર્થે છપ્પનસીડી ચડી સ્વર્ગ દ્વારે થી દર્શનાથે ભાવિકો જતા હોય છે. ભાવિકો વહેલી સવારથી જ ગોમતી સ્નાન કરતા તસ્વીરમાં દ્રશ્યમાન જોવા મલે છે.(૧.૯)

(12:28 pm IST)