Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કાજલી યાર્ડમાં ગુજકોમાસોલની મીટીંગ

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડમાં ગુજકોમાસોલ બોર્ડ મીટીંગ મળેલ. આ મીટીંગ ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ બોર્ડની મીટીંગમાં ગુજકોમાસોલના વિકાસ તેમજ ખેડૂતોના હિતોના રક્ષણ માટે ચર્ચાઓ કરવામાં આવેલ. ગુજકોમાસોલ તરફથી સંસ્થાના જુદા જુદા યુનિટો ઉપર ફાજલ પડેલ જગ્યા ઉપર પીનર બટર પ્રોજેકટ ઉભા કરવા તેમજ પેટ્રોલ પંપ સી.એન.જી. પંપ ઉભા કરવા તેમજ ખેડૂતોના વિકાસમાં જે કાંઈ કરવાનું થાય તે કરવા માટે સરકારમાં રજૂઆતો કરવા ચર્ચાઓ કરવામાં આવેલ. સરકાર તરફથી બિયારણ સબસીડી માટે રૂ. ૧૦.૪૨ કરોડની મંજુરી મળેલ છે તે આવકારવા દાયક છે. મીટીંગમાં ફેડરેશનના વા. ચેરમેન અને કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતુ, ત્યાર બાદ ફેડરેશનના ડિરેકટર્સો હાજર રહેલ તે બદલ વી.સી.એ આભાર વ્યકત કરેલ અને બોર્ડના તમામ એજન્ડાના કામો સર્વાનુમતે પસાર કરી મંજુર કરવામાં આવેલ છે. મીટીંગમાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વા. ચેરમેન ગોવિંદભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા. મીટીંગ મળી તે તસ્વીર(૨-૧)

 

(10:55 am IST)