Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પોરબંદરની ગોઢાણિયા એન્‍જીનિયરીંગ અને આઇટી કોલેજનો વાર્ષિકોત્‍સવ : વિવિધ ક્ષેત્રે સિધ્‍ધિ મેળવનારા છાત્રોને ગોલ્‍ડમેડલ

પોરબંદર તા. ૨૧ : ગોઢાણીયા એન્‍જીનિયરીંગ અને આઇટી કોલેજનો વાર્ષિક ઉત્‍સવની રંગારંગ ઉજવણી કરાય હતી. વિવિધ ક્ષેત્રે શ્રેષ્‍ઠ સિધ્‍ધિ મેળવનાર છાત્રોને ગોલ્‍ડ મેડલ અપાયા હતા.

૨૧મી સદી ટેકનોલોજી, ઇનોવેશન અને સંશોધનોની છે. શિક્ષણમાં જે નવુ વિચારે છે એ જ નવું કરી શકશે. આજનો યુગ એ ડિગ્રીઓનો નહીં આવડત, હોશિયારી અને કુશળતાનો છે. યુવાપેઢીમાં કૌશલ્‍ય કેળવાય તો દેશનો સાચો વિકાસ થાય. યુવાનો પોતાના શકિત સામર્થ્‍યને ઓળખી શ્રેષ્‍ઠ ભારતના નિર્માણમાં સહયોગી બનવાની ટ્રસ્‍ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાએ વાર્ષિક ઉત્‍સવ પ્રસંગે ઉકત વિચારો વહેતા મૂકયા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં ગોઢાણીયા એન્‍જીનિયરીંગ કોલેજના પ્રિન્‍સીપાલ ડો. સંજય અગલે કોલેજની અલગ-અલગ બ્રાંચમાં થઇ રહેલ અભ્‍યાસકીય અને ઇતર પ્રવૃત્તિઓની રૂપરેખા આપી નેશનલ સ્‍તરે આ કોલેજે પોતાનું નામ પ્રસ્‍થાપિત કરેલ છે અને રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રેની છાત્રોની સિધ્‍ધી અને અધ્‍યાપકોના અપગ્રેડેશન ઉલ્લેખ કરીને મહાનુભાવોને આવકાર્યા હતા.

આ કોલેજના પાંચમાં વાર્ષિકોત્‍સવ કાર્યક્રમમાં ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી અને પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા, ડો. વિરમભાઇ ગોઢાણીયા, શ્રીમતી હીરાબેન મોઢવાડીયા, સામતભાઇ ઓડેદરા, શ્રીમતિ મંજુલાબેન ભરતભાઇ વિસાણા, એકેડેમી વર્કીંગ ટ્રસ્‍ટી ડો. હીનાબેન ઓડેદરા, જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડા, જાણીતા તબીબી ડો. સુરેશભાઇ ગાંધી, જેસીઇના સ્‍થાપક પ્રમુખ શ્રી લાખણશીભાઇ ગોરાણીયા, રોટરી કલબના પ્રમુખ પૂર્ણેશભાઇ જૈન, શ્રીમતિ ગરીમાબેન જૈન, સૌ મહાનુભાવોએ વૈદોક મંત્રોચ્‍ચાર સાથે મંગલદીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો.

આ પ્રસંગે સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી અને ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના ઉદ્દબોધનમાં ગોઢાણીયા સંકુલના સને ૧૯૭૮ થી ૨૦૨૨ સુધીની વિકાસયાત્રાના સંસ્‍મરણો વાગોળી જણાવ્‍યું હતું કે વૈશ્વિક સ્‍પર્ધામાં દુનિયાની સાથે કદમ મિલાવવા અને વિજ્ઞાન ટેકનોલોજી હરણફાળ ભરી છે ત્‍યારે આ સંસ્‍થાએ ખૂબ જ પ્રગતિ કરી છે. આર્ટિફિશિયલ ઇન્‍ટેલીજન્‍સ (કૃત્રિમ વૃધ્‍ધિ), મશિન લર્નિંગ અને ચેટ બોટ્‍સ જેવી ટેકનોલોજી આવતા દરેક ક્ષેત્રે માનવ જીવનમાં મોટા પરિવર્તન લાવશે તેથી છાત્રોએ આ ટેકનોલોજીના પડકારો સામે સજ્જ બનવું પડશે તેમણે યુવાનોને આજીવન વિદ્યાર્થી બની રહેવા અને જ્ઞાન સંપદાને સતત સમુધ્‍ધ બનાવવા અનુરોધ કર્યો હતો.

સી.ટી. ડીવાયએસપી શ્રી નીલમ ગોસ્‍વામીએ પોતાના પાઠવેલા શુભેચ્‍ીા સંદેશમાં જણાવ્‍યું હતુ કે વિદ્યાર્થી અવસ્‍થાએ ઉગવાની અવસ્‍થા છે આ અવસ્‍થામાં આવડત અને સમજણ દ્વારા સાચી દિશા મળે છે.

એન્‍જીનિયરીંગ અને આઇ.ટી. કોલેજના અલગ-અલગ વિદ્યાશાખામાં તેજસ્‍વીતા પ્રાપ્‍ત કરનાર તેમજ જીટીયુ યુનિ.માં પ્રથમ નંબર પ્રાપ્‍ત કરનાર ભાઇ-બહેનોને ગોલ્‍ડ મેડલ, સર્ટીફીકેટથી સન્‍માન કરાયા હતા તેમજ ક્રિકેટ, કબડ્ડી, લુડો, સાપસીડી, કેરમ, વોલીબોલ એથ્‍લેટીક્‍સ જેવી રમતોમાં વિજેતા થયેલ છાત્રો -ટીમને મોમેન્‍ટો પ્રશસ્‍થપત્રો મહાનુભાવોના હસ્‍તે એનાયત કરી સન્‍માનિત કરાયા હતા. તેમજ કોલેજના પ્રોફેસર આકીબ હામદાણીએ પ્રકાશિત કરેલ મેજીક મેથેમેટીકલ' પુસ્‍તકનું મહાનુભાવોના હસ્‍તે વિમોચન કરાયું હતું.

કોલેજના કલ્‍ચર એકટીવીટી વિભાગાધ્‍યક્ષ દેવશ્રીબેન વિસાણાના માર્ગદર્શન તળે રાષ્‍ટ્રીય  સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં વેલકમ ડાન્‍સ (તૃપ્‍તિ મોઢા), સોલો ડાન્‍સ (ફાલ્‍ગુની), ગ્રુપ ડાન્‍સ (મિરાલી બાપોદરા એન્‍ડ ગ્રુપ), ગ્રુપ ડાન્‍સ (કીરણ ખુંટી અને ગ્રુપ) ક્રેઝી ડાન્‍સ (ક્રેઝી બોયસ એન્‍ડ ગ્રુપ) ગ્રુપ ડાન્‍સ (તૃપ્તિ મોઢા એન્‍ડ ગ્રુપ) ડાન્‍સ (ફેબુફોર ગ્રુપ) સીંગીગ (રૂદારા દીપ) ડાન્‍સ (ઇશા ગોઢાણીયા એન્‍ડ પુજા ઓડેદરા) ડીયુટ (વિશ્રૃતિ એન્‍ડ ગ્રુ) રામ્‍પ વો, સીંગીગ (લખન એન્‍ડ ગ્રુપ) સોલોડાન્‍સ (ઇશા ગોંડલીયા), ડાન્‍સ (ફ્રેબુસીક્‍સ ગ્રુપ) વોટ ઓફ થેંકસ, સીંગી (તૃપ્તિ મોઢા), ગ્રુપ ડાન્‍સ (હરશે ગોહેલ એન્‍ડ ગ્રુપ) અને રાષ્‍ટ્રગીત પ્રસ્‍તૃત કરાયા હતા.

કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રો. દીપા જેઠવાણી તથા પ્રો. કલમ રામાવત એ સંભાળ્‍યું હતું. આભારદર્શન એમ.બી.એ. ના અધ્‍યક્ષ દેવશ્રીબેન વિસાણાએ કર્યું હતું.

એમ.એસ.ડબલ્‍યુ કોલેજના ડાયરેકટર રણમલભાઇ કારાવદરા, ગર્લ્‍સ હાઇસ્‍કુલના આચાર્યા શ્વેતાબેન રાવલ, ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલના આચાર્યા ભાવનાબેન અટારા, બી.બી.એ. કોલેજના ડાયરેકટર ચિત્રા જુંગી, લેડીઝ હોસ્‍ટેલના એડમીનીસ્‍ટ્રેટર કિરણબેન ખૂંટી, સમાજશ્રેષ્‍ઠી સામતભાઇ ઓડેદરા, કીશનભાઇ રાઠોડ, ગજાનન એકેડેમીના સીઇઓ કમલભાઇ પાઉં, ચમ ઇંગ્‍લીશ મિડીયમ સ્‍કૂલના આચાર્યા સુનૈનાબેન ડોગરા, જીએમસીન સ્‍કૂલના પ્રિન્‍સીપાલ ગરિમાબેન જૈન, શ્રીમતિ હીરાબેન મોઢવાડિયા, જાણીતા તબીબી ડો. સુરેશ ગાંધી, શ્રીમતિ મંજુબેન વિસાણા, એકાઉન્‍ટ વિભાગના વડા વિજયભાઇ થાનકી, દીપેનભાઇ જોષી, અશોકભાઇ જોશી, ચેતનભાઇ જોષી, કમલેશભાઇ થાનકી, વનાભાઇ પરમાર, શહેરના પ્રબુધ્‍ધ નાગરિકો, વાલી સમુદાય, સમાજશ્રેષ્‍ઠીઓ, કોલેજના ભાઇ-બહેનો, વિદ્યાર્થી ગણ બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા આઇટી વિભાગના ધવલભાઇ ખેર, નીરવભાઇ દત્તાણી, નિયતીબેન મોઢવાડીયા સહિતના એન્‍જીનિયરીંગ તથા આઇટી કોલેજના સ્‍ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(1:57 pm IST)