Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજકોટ વાવડી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી મહત્વના દસ્તાવેજો ગુમ થવાના મામલે પ્રાંત અધિકારી સંદીપ વર્માએ વિગતો આપી, એકાદ દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે.

સુરત ઉત્રાણમાં 1993 માં બનાવાયેલું કુલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પડાયો, 85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડાયો, 72 પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરી પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના ટાવરનું ડિમોલિશન.

રાજકોટ મવડી વિસ્તારમાં આવેલ સમ્રાટ મેઈન રોડ પર મહાનગર પાલિકા ની ભૂગર્ભ ગટર માં ઉતરેલા બે સફાઈ કર્મચારીઓ ના ઝેરી ગેસની અસર ના કારણે મૌત, ફાયર ટીમે બંને ને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડયા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કાર્ય.

રાજકોટ જેતપુર થી કાગવડ વચ્ચે આવતી વછરાજ હોટલ પાસેથી 400 પેટી દારૂ ઉરવામાં આવ્યો હતો, કાલ રાત્રે 258 જેટલી પેટીના કટિંગ બાદ 142 પેટી ના કટિંગ થતાં પહેલાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવી રેડ, દારૂનો જથ્થો રાજેસ્થાન થી આવ્યો હોવાની શંકા