Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જસદણના કમળાપુર ગામે ઇકો બે બાઇક સહિત ત્રણને હડફેટે લઇ કેબીનમાં ઘુસી ગઇ

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૨૧ : જસદણના કમળાપુર ગામે બસ સ્‍ટેન્‍ડ પાસે ઇકો કારે બે બાઇક સહિત ત્રણેયને હડફેટે લઇ કેબીનમાં ઘુસી જતા અફડાતફડી મચી ગઇ હતી. જો કે સદ્‌ભાગ્‍યે કોઇને ઇજા થઇ ન હતી.

મળતી વિગતો મુજબ જસદણના કમળાપુર ગામના બસ સ્‍ટેશન પાસે ઇકો કાર ચાલકે સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બે બાઇક ચાલક અને અન્‍ય એક વ્‍યકિતને હડફેટે લીધા હતા અને બાદમાં રોડની સાઇડમાં આવેલી કેબીનમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્‍માતમાં રોડ પર પડેલા બે બાઇકના કચ્‍ચરઘાણ વળી ગયો હતો અને ઘટના સ્‍થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

આ કસ્‍માતમાં એક વ્‍યકિતને ઇજા પહોંચતા તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

(2:12 pm IST)