Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વાંકાનેર પંથકના માલધારીઓના પશુઓને રાહત દરે ઘાસચારા માટે સરકારમાં જીતુભાઇ સોમાણીની સફળ રજૂઆત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૧ :.. વાંકાનેર શહેર તથા પંથકના માલધારીના પશુઓ માટે રાહત દરે ઘાસચારો મળી રહે તે માટે વાંકાનેર-કુવાડવા મત વિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા રાજય સરકારમાં ઘાસચારા માટે રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર તરફથી ધારાસભ્‍ય સોમાણીની રજૂઆત સાંભળી વાંકાનેર પંથકના પશુધન માટે એક લાખ ત્રીસ હજાર કિલો ઘાસચારાની ફાળવણી કરવામાં આવેલ અને તે પણ નજીવા દરે માત્ર એક કિલો ચારાના માત્ર ૩૪ પૈસાના દરે રેશન કાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરવામાં આવેલ.

ઉપરોકત ઘાસચારાના નિર્ણય મુદ્‌્‌ે પશુ પાલકો તથા માલધારીઓમાં ખુશાલી જોવા મળી હતી. હાલ વાંકાનેર-મોરબી પર આવેલ નર્સરી ખાતે વન વિભાગના ગોડાઉન પરથી રેશનકાર્ડ દિઠ પાંચ ગાંસડી ઘાસચારો વિતરણ શરૂ કરવામાં આવેલ છે.

ભાજપ માલધારી સેલના મહામંત્રી તથા કેરાળા મંદિરના મહંત અને માલધારી અગ્રણી પૂ. મુકેશ ભગત, તીથવાના હીરાભાઇ રાવા, ટપુભાઇ સહિતના આગેવાનો દ્વારા  ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણીનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો. તથા વન વિભાગના ગોડાઉન ખાતે નિવૃત આર. એફ. ઓ. સી. પી. સાણજા દ્વારા વિતરણ વ્‍યવસ્‍થા સંભાળી રહ્યા છે.

(11:29 am IST)