Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બોટાદના સર્જક 'શિક્ષણ પર્વ'માં

'બાળ સમાચાર' બોટાદના તંત્રી, નગર પ્રા. શાળા નં. ૧૩ (ભૈરવા ચોક)ના શિક્ષક અને ૨૦ જેટલા પુસ્તકોના લેખક અને પ્રતિષ્ઠીત ચાર એવોર્ડ વિજેતા રત્નાકર નાંગરને તાજેતરમાં 'ગુજરાતી કેળવણી પરિષદ' અને પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા કૈલાસ ગુરૂકુલ મહુવા ખાતે આયોજીત 'શિક્ષણ પર્વ-૨'માં નિમંત્રણ મળેલ. સર્જકે પુરો સમય ત્યાં હાજરી આપેલ હતી

(11:42 am IST)
  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST

  • રાજકોટમાં પવનની ઝડપમાં વધારો : ગરમીમાં ઘટાડો :બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ ૨૪ કિ.મી.ની ઝડપે અને એવરેજ ૧૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૩૩.૬ ડિગ્રી તાપમાન : ગરમીમાં ઘટાડો થતા આંશિક રાહત access_time 4:23 pm IST