Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જુનાગઢ નિસર્ગ નેચર કલબ દ્વારા રપ૦૦ ચકલીના માળાનું વિતરણ

વર્ષોથી વન અને પર્યાવરણ પશુ અને પક્ષીઓનું જતન કરતી સેવાભાવી સંસ્થા નિર્સગ નેચર કલબ જુનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીતે વિનામુલ્યે રપ૦૦ ચકલીના માળાનું જયશ્રી સિનેમા પાસે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રાએ લોકોને પોતાની અગાશીમાં અથવા રવેશમાં અબોલ પક્ષીઓ માટે ઉનાળામાં વાસણમાં અથવા માટીના કુંડામાં પાણી રાખવા અનુરોધ કર્યો હતો. ઉપરોકત તસ્વીરમાં ચકલીના માળાનું વિતરણ કરતા ડો.પાર્થ ગણાત્રા, પ્રદિણભાઇ ખીમાણી, જીતુભાઇ કોટેચા  મનસુખભાઇ વાજા કિશોરભાઇ ચોટલીયા આશિષભાઇ, મોનાલીબેન ગણાત્રા, અલ્પાબેન ઉનડકટ, નિમીષભાઇ હાંસલીયા ડો.જય રાણીંગા  મનોજભાઇ પોપટ, અજયભાઇ ટીટા, ઇરફાનભાઇતેમજ નિસર્ગ નેચર કલબ જુનાગઢ ટીમના ભાઇઓ બહેનોએ પોતાની અમુલ્ય સેવા આપી હતી.(અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:32 am IST)
  • લંગર ઉપર GST નહી લેવાયઃ પંજાબ સરકારનો મોટો નિર્ણય access_time 3:43 pm IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST

  • કૌભાંડના નાણાની રિકવરી માટે પીએનબી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે : દોષિત કર્મચારીઓની ભારત બહારની એસેટ્સ પરત મેળવવા બેન્ક સક્રિય access_time 12:53 pm IST