Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઉપલેટા ગાયત્રી પરીવાર દ્વારા પાલીકાના સદસ્યોનું સન્માન

ઉપલેટાઃ તાજેતરમાં યોજાયેલ નગર પાલીકાની ચુંટણીમાં મતદારોએ ફરીથી ભાજપમાં વિશ્વાસ વ્યકત કરી જંગી બહુમતીથી વિજય અપાવતા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા , ઉપપ્રમુખ ધવલ માકડીયા, દાનભાઇ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા,  મયુર સુવા સહીતના સદસ્યોનું અહીના મોજ નદીના કાંઠે આવેલા ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓ અને ગાયત્રી પરીવારના સભ્યો દ્વારા ભાવભીનું સન્માન કરી આવકારી અભિનંદન આપેલ હતા. (અહેવાલઃ જગદીશ રાઠોડ, તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:25 am IST)
  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • પત્ની હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગના આરોપ બાદ ભારતીય ઝડપી બોલર મોહંમદ શમીની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે આ વિવાદનો અંત લાવવા મમતા બેનર્જી બંને વચ્ચે રહેલા વિવાદને ઉકેલવાની કોશિશ કરશે.હવે 23 માર્ચે ક્રિકેટર શમીની પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત થવાની છે. access_time 2:13 am IST

  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST