News of Wednesday, 21st March 2018
ઉપલેટા ગાયત્રી પરીવાર દ્વારા પાલીકાના સદસ્યોનું સન્માન
ઉપલેટાઃ તાજેતરમાં યોજાયેલ નગર પાલીકાની ચુંટણીમાં મતદારોએ ફરીથી ભાજપમાં વિશ્વાસ વ્યકત કરી જંગી બહુમતીથી વિજય અપાવતા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા , ઉપપ્રમુખ ધવલ માકડીયા, દાનભાઇ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, મયુર સુવા સહીતના સદસ્યોનું અહીના મોજ નદીના કાંઠે આવેલા ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓ અને ગાયત્રી પરીવારના સભ્યો દ્વારા ભાવભીનું સન્માન કરી આવકારી અભિનંદન આપેલ હતા. (અહેવાલઃ જગદીશ રાઠોડ, તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)
(11:25 am IST)