Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

મોરબીની નવી આર.ટી.ઓ. કચેરી પાછળ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબીના જાંબુડીયા ગામ નજીક નવી આર.ટી.ઓ. કચેરી પાછળ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી ટીમે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામ પાસે નવી આર.ટી.ઓ. કચેરી પાછળથી આરોપી ચંદુ ઉર્ફે ઢીંગલી નરશીભાઇ મીઠાપરા રૂપિયા ૨૨૫૦ની કિમતની વિદેશી દારૂની કુલ ૬ બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:43 pm IST)