Gujarati News

Gujarati News

જાલીનોટ કૌભાંડનો પર્દાફાશ : રાજૂલાના ભરત બોરીચાએ દેણુ ઉતારવા જંકશનના ગુરપ્રિતસિંઘ મારફત ૫૦૦ની જાલીનોટો લેણદારોને ધાબડી: ૧૩મીએ યાજ્ઞિક રોડની એક્‍સીસ બેંકના ભરણામાં આવેલી ૫૦૦ના દરની ૩૧ જાલીનોટની પોલીસે ગંભીરતાથી તપાસ કરતાં કાવત્રું ખુલ્‍યું : ભરત બોરીચાને કોરોનાને કારણે ફેક્‍ટરીમાં ખોટ જતાં લેણદારોને કરોડો ચુકવવાના હતાં: આ માટે તેણે અસલી સાથે નકલી નોટો ભેળવી ધાબડી દેવાનો પ્‍લાન ઘડયોઃ નકલી નોટો માટે મિત્ર રાજૂલાના તેજસનો સંપર્ક કર્યોઃ તેજસે રાજકોટના વિમલ સોનીનો કોન્‍ટેક્‍ટ કરાવ્‍યોઃ વિમલે તેના ભાઇ મયુરને કામ સોપ્‍યું: મયુરે જંકશનના પંજાબી ઢાબાવાળા ગુરપ્રિતસિંઘનો સંપર્ક કર્યો અને ગુરપ્રિતસિંઘે પુના રહેતાં મામાના દિકરા કમલેશ ઉર્ફ કનુ પાસેથી ૪.૬૫ લાખની નકલી નોટો મંગાવી ભરતને આપીઃ આ નોટો ભરતે લેણદારોને પહોંચાડવા આંગડિયા મારફત પહોંચીઃ આંગડિયાએ બીજી પાર્ટીઓને આ રકમ આપીઃ તેમાંથી બે જણાએ અસલી સાથે નકલી નોટો આવ્‍યાની રાવ કરી અને વાત પોલીસ સુધી પહોંચતા કારસ્‍તાન ખુલ્‍યું : એ-ડિવીઝન પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ બી.એચ. પરમાર, એએસઆઇ ભરતસિંહ ગોહિલ,એમ. વી. લુવા, વિરભદ્રસિંહ જાડેજા, નિરવભાઇ અને ટીમે કોૈભાંડનો પર્દાફાશ કર્યોઃ પાંચ આરોપી પકડાયાઃ ચાર દિવસના રિમાન્‍ડ પર : બે મહિના પહેલા પુનાના કમલેશે રાજકોટ સ્‍થિત ફઇના દિકરા ગુરપ્રીતસિંઘને કહેલું કે મારી પાસે હૈદરાબાદથી નકલી નોટો આવે છેઃ નીકાલ કરવાનું ગોઠવજે તો મોટી કમાણી થશેઃ આ વાત ગુરપ્રીતસિંઘે મિત્ર સોની શખ્‍સને કરી હતીઃ સોની શખ્‍સનો સંપર્ક રાજુલાના તેજસે કર્યો અને એ રીતે ભરતનો સંપર્ક કમલેશ સુધી થયા પછી જાલીનોટની લેતીદેતી થઇ હતી : પોલીસની એક ટૂકડીએ પુના પહોંચી છઠ્ઠા આરોપી કમલેશને પણ સકંજામાં લીધોઃ કમલેશને આ નકલી નોટો હૈદરાબાદ તરફથી આવતી હોવાનું ગુરપ્રીતસિંઘનું રટણ : ૧ લાખની નકલી નોટો સામે ૪૫ હજારની અસલી નોટો મેળવી કુલ ૪.૬૫ લાખની નકલી નોટો ભરત બોરીચાને આપી હતી : પુનાના કમલેશે ૫૦૦ વાળીની સાથે ૨૦૦૦ અને ૧૦૦ના દરની પણ ૧-૧ નકલી નોટ બતાવી હતીઃ એ પણ ભરતે ખરીદી હતી પણ પસંદ ન પડતાં ફાડી નાંખી હતી! access_time 3:24 pm IST

ધાબળા વિતરણ: access_time 3:42 pm IST