Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ગીર સોમનાથ જીલ્લામાં પોલીસ ક્રિકેટ મહોત્‍સવ અંતર્ગત ગીર રક્ષક કપનું પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્‍તે ઉદઘાટન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૧: ગીર સોમનાથ જિલ્લા પોલીસના અધિકારીઓ કર્મચારીઓમાં ઉત્‍સાહ વધારવા તેમજ ખેલદિલીની ભાવના વિસ્‍તારવા જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ ગીર રક્ષક કપનું આયોજન કરાયું છે.

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા વી.આર. ખેંગાર નાયબ પોલીસ અીધક્ષક વેરાવળ ડીવીઝનાઓ દ્વારા ગીર ક્રિકેટ એકેડેમી, વિરપુર તા. તાલાલા ખાતે પોલીસ ક્રિકેટ મહોત્‍સવ સમો ગીર રક્ષક કપનું ઓપનીંગ કરવામાં આવેલ હતુ. એ.એસ. ચાવડા  પોલીસ ઇન્‍સ. એલ.સી.બી. ગીર સોમનાથ તથા એ.બી.જાડેજા, ઇ.ચા. પો. ઇન્‍સ. એસ.ઓ.જી., ગીર સોમનાથ, એચ.આર.  ગોસ્‍વામી, પોલીસ ઇન્‍સ. એલ.આઇ.સી. ગીર સોમનાથ એસ.પી. ગોહિલ પો. ઇન્‍સ. પ્ર.પાટણ એસ.એમ.ઇસરાણી, પો. કઇન્‍સ. વેરાવળ, એમ.યુ.મસી, સર્કલ પો. ઇન્‍સ. તાલાલા, વી.કે.ઝાલા, પો. સબ. ઇન્‍સ. એલ.સી.બી., આર.એચ.મારૂ પોલીસ સબ ઇન્‍સ. તાલાલા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા.

આ ગીર રક્ષક કપ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કુલ ૧૩ ટીમ ભાગ લેનાર છે. જેમાં પોલીસ સ્‍ટેશન વેરાવળ  સીટી, પ્ર.પાટણ કોડીનાર, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડા, નવા બંદર મરીન, સોમનાથ મરીન, પોલીસ હેડ કવાટરની બે ટીમ તથા એસ.પી. ઓફિસની એક ટીમ ભાગ લેનાર છે.

આ ટુર્નામેન્‍ટના વિજેતા થયેલ ટીમ તથા રનર અપ ટીમ તથા મેન ઓફ મેચતથા મેન ઓફ સીરીઝ થયેલનાઓને પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથનાઓ હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે.

(2:21 pm IST)