Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વિસાવદર નજીક બાઈક પરથી પડી જતા વૃદ્ધાનુ મોત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧ : વિસાવદરના ભલગામ ખાતે રહેતા છગનભાઇ રામભાઇ કોટડીયાના પત્‍ની શાંતાબેન (ઉ.વ.૭૦) મોટર સાયકલમાં પાછળ બેસીને આવી રહ્યા હતા ત્‍યારે ભલગામથી માણેકવાડા વચ્‍ચે રોડ પર મોટર સાયકલ ઉપરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થતા મોત નોંધાયુ હતું. વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:12 pm IST)