Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રાણાવાવમાં અપહરણના ગુન્‍હાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોરબંદર,તા. ૨૧ : રાણાવાવમાં ૭ મહિના પહેલા અપહરણના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી મયુર હરદાસભાઇ ઓડેદરા (ઉવ.૨૩) રે. પોરબંદરવાળાને પોલીસે પકડી પાડયો છે.

જૂનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય  જે  અનુસંધાને પોરબંદર ગ્રામ્‍ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ પી.ડી.જાદવ તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્‍યાન ટેકનીક સર્વેલન્‍સ તથા હ્યુમન સોસીંગની મદદથી રાણાવવા પો.સ્‍ટે કલમ ૩૬૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬ (૨), ૪૪૭ મુજબના ગુન્‍હાના છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપી મયુર હરદાસભાઇ ઓડેદરા (ઉવ.૨૩) રહે. આશાપુરા જગદીશ ગેસ ગોડાઉન પાસે પોરબંદર વાળાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.

અપહરણના આરોપીને પકડવાની આ કામગીરીમાં રાણાવાવ પી.એસ.આઇ પી.ડી.જાદવ તથા હેડ કોન્‍સ. બી.જે.દાસા, કોન્‍સ. હિમાંશુ વાલાભાઇ, સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ વિગેરે રોકાયેલ હતા.

(2:00 pm IST)