Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

કોડિનારમાં ચાકૂના 37 ઘા મારી 16 વર્ષની છોકરીની હત્યા, ગેંગરેપ થયાની પોલીસને શંકા

પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતક પર રેપ થયો હતો કે કેમ તે કન્ફર્મ કરી શકાશે

રાજકોટ: ગીર-સોમનાથ જિલ્લાના કોડિનારમાં 16 વર્ષની એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક છોકરીના શરીર પર ધારદાર હથિયારના 37 ઘા મારેલા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પર ગેંગરેપ થયો હોવાની પૂરી શક્યતા છે.
કમનસીબ યુવતી કોડિનારના એક કોર્પોરેટરની સ્કૂલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પોલીસને એવી પણ શંકા છે કે કિશોરીની હત્યા તેની જ સાથે ભણતા કોઈ સ્ટૂડન્ટ્સે કરી હોઈ શકે છે. પોલીસે આ મામલે બે વિદ્યાર્થીઓને અટકાયતમાં લઈ તેમની પૂછપરછ શરુ કરી છે તેમ કોડિનારના પીઆઈ જેબી ચાવડાએ જણાવ્યું હતું.
મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવા તેને જામનગર ખસેડાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતક પર રેપ થયો હતો કે કેમ તે કન્ફર્મ કરી શકાશે. મૃતક કિશોરી જુની બજાર વિસ્તારમાં રહેતી હતી, અને સાંજે સાડા આઠ વાગ્યે ફોન આવ્યા બાદ તે ઘરની બહાર નીકળી હતી.
જોકે, ઘરેથી નીકળેલી કિશોરી એક કલાક સુધી ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. તેનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. ઘણી શોધખોળ બાદ તેની ક્યાંય ભાળ ન મળતા આખરે તેની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. ફરિયાદ નોંધાવ્યાના બીજા દિવસે સવારે જ તેનો મૃતદેહ બે કિમી દૂર દાંતેશ્વર મહાદેવ નજીક ઝાડીમાંતી મળી આવ્યો હતો.
પોલીસનું માનવું છે કે, આ ગુનામાં ત્રણ લોકોની સંડોવી હોઈ શકે છે. કેટલાક લોકોએ છોકરી ઘરેથી નીકળી પછી એક બાઈકને પણ પાસ થતાં જોઈ હતી. છોકરી પોતાની મરજીથી ઘરેથી બહાર નીકળી હતી, અને કોઈ પરિચિતે જ તેના પર હુમલો કરી તેની હત્યા નીપજાવી હોવાનું પોલીસ માની રહી છે.

(3:51 pm IST)
  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • સુરેન્દ્રનગર : ચોટીલા હાઈ-વે પર બામણબોર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત : 7 વ્યક્તિને ઈજા: ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત access_time 2:34 pm IST

  • વડોદરા શહેરમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીના ગુન્હામાં સિકલીગર ગેંગને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ : વડોદરા શહેરમાં છેલ્લા સાત મહિનામાં 20થી વધુ ઘરફોડ ચોરીને સિકલીગર ગેંગે અંજામ આપ્યો હતો : દિવાળીના તહેવાર સમયે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા.. access_time 11:50 pm IST