Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

બગસરાના નટવરનગમાં લગ્ન પ્રસંગે જનરેટરમાં આગઃ અઢી લાખનું નુકશાન

બગસરાના નટવરનગરમાં લગ્ન પ્રસંગે ધોરાજીથી બચુભાઇ વિજુડા ધીરુભાઇદેસાઇના ઘરે લગ્ન પ્રસંગે ભાડે જનરેટર લઇને આવેલ જનરેટર ચાલુ કરતા અચાનક સ્પાર્કથતા આગ લાગતા ભારે દોડધામ મચી હતી. આસપાસના વિસ્તારના લોકોએ આગને કાબુમાં કરી હતી. બાજુમાં પશુને પાણી પીવા માટેનો અવેડો હોવાથી પાણી ભરેલ હોવાથી આસપાસના લોકોને જાણ થતા તમામ લોકો પાણીની ડોલુ ભરીને આગને કાબુમાં કરી હતી. આ આગ બુજાઇ ગયા પછી ફાયર ફાઇટર આવ્યું હતું. જનરેટરના માલીક બચુભાઇ કાનજીભાઇ વિજુડાને સંપર્ક કરતા તેઓએ કહેલ કે  હજુ ચાર લાખ પચાસ હજાર જેવી રકમમાં આ જનરેટર લીધુ છે. આગ લાગતા અઢી લાખ જેવુ નુકશાન થયેલ છે.

(11:49 am IST)
  • સરકારી કંપની બીપીસીએલ, એસસીઆઈ, સહીત સાત કંપનીઓમાં રોકાણને મંજૂરી : 51 ટકાથી ઓછો હશે સરકારી હિસ્સો : નવા ખરીદનારને મળશે કંપનીનો કંટ્રોલ :સરકારને પોતાનો હિસ્સો વેચીને અંદાજે એક અલખ કરોડ મળવાનું અનુમાન access_time 10:53 pm IST

  • ચિદમ્બરમની રાહુદશા લંબાણીઃ જામીન અરજીની સુનાવણી હવે અઠવાડીયા પછી ૨૬ નવેમ્બરે સુપ્રિમ કોર્ટ હાથ ઉપર લેશે : દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધા પછી સુપ્રિમમાં અરજી થઇ છેઃ સુપ્રિમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી) ને નોટીસ આપી છે. access_time 11:32 am IST

  • રિલાયન્સ જીઓએ આજે જાહેર કર્યું છે કે આગામી થોડા અઠવાડિયામાં જ મોબાઈલ ફોનના દરોમાં વધારો કરશે access_time 9:59 pm IST