News of Wednesday, 20th November 2019
બગસરાના નટવરનગમાં લગ્ન પ્રસંગે જનરેટરમાં આગઃ અઢી લાખનું નુકશાન
બગસરાના નટવરનગરમાં લગ્ન પ્રસંગે ધોરાજીથી બચુભાઇ વિજુડા ધીરુભાઇદેસાઇના ઘરે લગ્ન પ્રસંગે ભાડે જનરેટર લઇને આવેલ જનરેટર ચાલુ કરતા અચાનક સ્પાર્કથતા આગ લાગતા ભારે દોડધામ મચી હતી. આસપાસના વિસ્તારના લોકોએ આગને કાબુમાં કરી હતી. બાજુમાં પશુને પાણી પીવા માટેનો અવેડો હોવાથી પાણી ભરેલ હોવાથી આસપાસના લોકોને જાણ થતા તમામ લોકો પાણીની ડોલુ ભરીને આગને કાબુમાં કરી હતી. આ આગ બુજાઇ ગયા પછી ફાયર ફાઇટર આવ્યું હતું. જનરેટરના માલીક બચુભાઇ કાનજીભાઇ વિજુડાને સંપર્ક કરતા તેઓએ કહેલ કે હજુ ચાર લાખ પચાસ હજાર જેવી રકમમાં આ જનરેટર લીધુ છે. આગ લાગતા અઢી લાખ જેવુ નુકશાન થયેલ છે.
(11:49 am IST)