Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પુત્રીના લગ્નમાં મહેમાનોને પીવડાવવા સુરેન્દ્રનગરથી ભાવનગર દારૂ લઇ જતો ૧૮ બોટલ સાથે પિતા પકડાયો

વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર રેલવે પીએસઆઇ સહિતનાઓ બપોરે રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ સમયે પ્લેટફોર્મ નંબર ૧ના છેડા પાસે એક શખ્સ હાથમાં બે થેલા લઇ શંકાસ્પદ હાલતમાં પસાર થતો ધ્યાને આવ્યો હતો. આથી તપાસ કરતા ભાવનગરના શકુરશેઠના ડેલામાં રહેતો ૪૯ વર્ષીય સુરેશભાઇ પોપટભાઇ રાઠોડ પાસેથી વિદેશી દારૂની ૧૮ બોટલ કિંમત રૂપિયા ૭૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પીએસઆઇ એમ.ડી.ગોહીલ સહીતનાઓએ તપાસ કરતા આ શખ્સે જાન્યુઆરી માસમાં દિકરીના લગ્ન હોઇ મહેમાનોને પીવડાવવા માટે સુરેન્દ્રનગરના એક શખ્સ પાસેથી દારૂ ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.ઙ્ગ

લગ્ન પ્રસંગમાં દારૂ પીવડાવવો એક શોખ બની ગયો છે. ત્યારે લગ્નમાં આવનારા મહેમાનો માટે દારૂ લઇ જતાં યુવતીના પિતાને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. જોકે, જિલ્લામાં દારૂની બદી ઘર કરી ગઇ છે. દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

(1:25 pm IST)
  • અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસરને માર મારવાના મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહનુ નિવેદન : વિધાર્થીઓનો આ વ્યવહાર ચલાવી નહી લેવાય : તપાસ કરીને યોગ્ય રીતે નિયમ મુજબ પગલા લેવાશે : કુલપતિ સાથે મારી આ અંગે ચર્ચા થઇ : યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો છે : આવા બનાવ ન બનવા જોઇએ access_time 3:27 pm IST

  • ર૦૧૯માં લોકસભાની ચૂંટણી નહિ લડે સુષ્મા સ્વરાજ : તબિયત ખરાબ રહેતી હોવાનું કારણ access_time 4:17 pm IST

  • ભાજપના પુર્વ સિન્ડીકેટ મેમ્બર અને કોંગ્રેસના પુર્વ સેનેટ મેમ્બરે કરી મારામારીઃ કેબીનમાં ઘુસીને પ્રોફેસરને લાફા માર્યા : અમદાવાદ ગુજરાત યુનિ. માં વિદ્યાર્થી નેતાઓની દાદાગીરીઃ પરીક્ષા ફોર્મ મંજુર ન કરતા વિદ્યાર્થીઓ નેતાઓ કેબીનમાં ઘુસ્યાઃ મહિલાઓ સામે યુવા નેતાઓની ગાળાગાળીઃ યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રોફેસરનું ગળુ પકડી લાફો માર્યો : વિદ્યાર્થીઓને ૫૦ ટકાથી ઓછી હાજરી હોવાથી પરીક્ષામાં ફોર્મ મંજુર ન કર્યું access_time 3:25 pm IST