Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ખેરવામાં પાણીનો ધંધો બંધ કરી ૨૫ લાખની નુકસાની કરાવી તેમ કહી હુમલો

નર્મદા કેનાલના પાણીનો ગેરકાયદેસર વેપલો થતો હોવાની અરજીનું મનદુઃખ રાખી

વઢવાણ તા. ૨૦ : પાટડી તાલુકાના ખેરવા પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી લઇ ખેડૂતોને પૈસાથી વેચવાનો વેપલો ચાલતો હોવાની એકાદ માસ પહેલા ખેરવાના ત્રિભોવનભાઇ મહાદેવભાઇએ કલેકટર કચેરીમાં અરજી કરી હતી. જેના અનુસંધાને નર્મદા કેનાલના અધિકારીઓએ ફરિયાદ પણ દાખલ કરી હતી.

આ બાબતનું મનદુઃખ રાખીને ત્રિભોવનભાઇની સાથે રહેલા દીપ ઉર્ફે કિશનભાઇ નરેશભાઇ આધોલીયા પોતાના ખેતરેથી પરત ફરતા હતા ત્‍યારે ત્રણ શખ્‍સોએ અટકાવ્‍યા હતા. જેમાં પાણી વેચવાનો ધંધો બંધ કરી અમને રૂપિયા ૨૫ હાજરની નુકસાની કરવા હોવા નું કહી મહેબૂબ ખાન મલેક,અને સુરૂભા મલેક એ બંધુક બતાવી અને લાકડી અને લોખંડ ના પાઇપ વડે હુમલો કર્યો હતો અને જાન થી મારી નાખવા ની ધમકી આપી હતી. ત્‍યારે હાલ વધુ તપાસ પોલીસ એ હાથ ધરી છે.

(12:14 pm IST)