Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

જામનગરમાં વ્યાજના વિષચક્રથી કંટાળી પટેલ યુવકનો આપઘાત

મૃતક વિપુલ સંઘાણીની ચાર પાનાની સ્યુસાઇડ વ્યાજમાં ફસાયો હોવાનું અને પત્ની અને પુત્રી નિર્દોષ અને અજાણ હોવાનો ઉલ્લેખ

જામનગરના પટેલ પાર્કમાં રહેતા 40 વર્ષિય પટેલ યુવક વિપુલ સંઘાણી નામના ડ્રાઇવિંગ કરતા આશાસ્પદ યુવાને વ્યાજના વિષચક્રથી કંટાળી આપઘાત કરી લીધો છે.

  વિપુલભાઈ નામના 40 વર્ષિય યુવાને આપઘાત કરતા પહેલા 4 પનાની સુસાઇડ નોટ પણ લખી છે. અને પોતે વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા હોવાનો ઉલ્લેખ કરતા પરિવારમાં તેની પત્નિ અને પુત્રીને નિર્દોષ અને અજાણ હોવાનું લખવામાં આવ્યું છે.

   વિપુલ સંઘાણીએ આપઘાત કરતા પૂર્વે લખેલી 4 પાનાની સુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે લીધી છે. વિપુલ સંઘાણી એ લખેલી 4 પાનાની સુસાઇડ નોટ પોલીસે કબજે લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં એસ.પી. શરદ સિંઘલ દ્વારા વ્યાજખોરોના ત્રાસને ડામવા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આર્થિક ભીંસમાં નાણાં મેળવવાની લ્હાયમાં વ્યાજના હાટડા ચલાવતા વ્યાજખોરો સામે ત્રટસ્થ કામગીરી કરવામાં આવે તો આવા બનાવો ચોક્કસ અટકે. (તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(8:32 pm IST)