Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાણવડ પાલિકા ચૂંટણીમાં ર૪ બેઠકો માટે ૯૯ ઉમેદવારી પત્રો ભરાયા

મંગળવાર સુધીમાં ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે

ખંભાળીયા તા. ર૦ :.. ભાણવડ નગરપાલિકામાં ભાજપ - કોંગ્રેસની સત્તાની ખેંચતાણમાં સતત બજેટ નામંજુર થતાં ચૂંટણી આવતા ભાજપ - કોંગ્રેસ તથા આપ તથા અન્યો મળીને ર૪ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી એસ. એસ. કેશવાલાને ફોર્મ ભર્યા હતાં.

કોંગ્રેસે ર૪ ફોર્મ ભરીને ભાણવડને ભાજપે ૧૮ મી સદીમાં રાખેલું હોય રોડ, પાણીની પરેશાની અને કોરોનામાં કોંગ્રેસ કાર્યકરો જનતા સાથે રહ્યા હોય જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો તો ભાજપે પણ ર૪ ઉમેદવારો રાખીને ફરી જીતના આશાવાદ વ્યકત કર્યો હતો તો આપ પાર્ટીએ પણ અહીં ર૪ ઉમેદવારો ઉતારતા અનેક બેઠકો પર ત્રિપાંખીયો જંગ થશે તથા ભાજપ ફરીથી આવે છે કે જનતા જાકારો આપશે તે નકકી પરિણામો કરશે. આગામી ર૦રર માં ધારાસભા ચૂંટણી હોય તથા ખંભાળીયા ધારાસભા સીટમાં ભાણવડનું હાર-જીતમાં મહત્વનું યોગદાન હોય ભાજપ-કોંગ્રેસ તથા આપ ત્રણેય પક્ષો જીત માટે મરણીયા બન્યા છે.

(3:06 pm IST)