Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સુરેન્દ્રનગરમાં ચાર દિવસ લોકમેળો માણવા માનવ મહેરામણ ઉમટશેઃ તડામાર તૈયારી

ચકડોળ-ચકરડી-રાઇડસ આવ્યાઃ મેદાન સફાઇ કામ ચાલુ મેળાની હરરાજીમાં નગરપાલીકાને ૨૧.૨ લાખ મળ્યા વઢવાણના મેળામાં કિંજલ દવે ધૂમ મચાવશે

વઢવાણ,તા.૨૦:હાલ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર જોત જોતામાં નજીક આવી ગયો છે.ત્યારે જિલ્લા માં આજ બોળ ચોથની ઉજવણી નાની બાળાઓ દવારા કરવામાં આવી છે. ત્યારે હાલ સાતમ આઠમ નજીક આવી રહી છે.ત્યારે જિલ્લાની ઉત્સવ પ્રેમી જનતા જિલ્લા માં ધાગધ્રા વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો માણવા ઉત્સાહી બની છે. સુરેન્દ્રનગર જિલ્લાનું મેળાનું મેદાન નગરપાલિકા દ્વારા અધધ ૨૧.૦૨ લાખમાં મેળો યોજવા ૪ દિવસ આપવા માં આવ્યુ છે.ત્યારે ઝાલાવાડ ની ઉત્સવ પ્રેમી અને પ્રિય જનતા મેળા ની મોજ ન બગડે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા નગરપાલિકા દવારા આ મેદાન પરથી કીચડ અને કાદવ હટાવવાની કામગીરીનો આજથી પ્રારંભ કર્યો છે.

ગઇ કાલેે નગરપાલિકાના ૫ ટ્રેલર અને ૨ jcbમેદાન માં રહેલો કાદવ સાફ કરી ગંદગીઓ દૂર કરી રહયા છે અને નગરપાલીકા ના ૫૦ થી વધુ કર્મચારીઓ આ સફાઈ ની કામગીરી માં જોડાયા છે.ત્યારે મેળા ના માલિકો દવરા પોત પોતાના મેળાઓ લાવવી ને મેળો બાંધવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા ની ઉત્સવ પ્રેમી ઉત્સાહિત જનતા ને મેળા દરમિયાન ઓછી તકલીફ પડે તેવો નગરપાલિકા દ્વારા પર્યતન હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે વઢવાણ મેલા માં એક દિવસ કિંજલ દવે પણ ધૂમ મચવસે.ત્યારે જિલ્લા માં ધાગધ્રા પણ લોક મેલા નું ભવ્ય આયોજન કરવા માં આવ્યુ છે.

(1:17 pm IST)