Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વિસાવદર-દોઢ, ધ્રોલમાં ૧ ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

થોડા દિવસ પહેલા સર્વત્ર મેઘમહેર બાદ હમણા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે અને ખેડૂતો પણ વાવણીકાર્ય બાદ વરસાદે વિરામ લેતા અને વરાપ  નીકળતા ખેતીકાર્યમાં લાગી ગયા છે.

થોડા-થોડા સમયે વાદળા છવાઇ જાય છે તો થોડીવારમાં તડકો છવાઇ જાય છે જેના કારણે મિશ્ર રૂતુનો અનુભવ યથાવત છે.

વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો જયારે જુનાગઢ અને માળીયા હાટીનામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં.

ધ્રોલમાં એક ઇંચ વરસાદ ગઇકાલે દિવસ દરમિયાન પડયો હતો.

(1:08 pm IST)