Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જૂનાગઢમાં ઉલ્ટી ગંગા-પત્નીએ નિંદ્રાધીન પતિનાં મોઢા પર એસિડ નાંખતા-ગંભીર

મહિલાને સમાજ સેવા અને પૂર્વ પતિ સાથે વાત કરવી'તી

જુનાગઢ તા. ર૦: જુનાગઢમાં ઉલ્ટી ગંગા જેવા બનાવમાં પત્નીએ એસિડ એટેક કરતાં નિંદ્રાધીન પતિ મોઢા પર દાઝી જતાં ચકચાર પ્રસરી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ પટેલ કોલોનીમાં રહેતા સમીરભાઇ જીવનભાઇ જાવિયા (ઉ.વ. ૩૧) નામનાં યુવાને જાનથી નામની મહિલા સાથે લગ્ન કરેલ.

પરંતુ પત્ની જાનવીને સામાજીક કાર્યકર તરીકે સવા કરવી હોય અને તેના આગલા ઘરનાં પતિ સાથે વાત કરવી હોય જે સમીર જાવિયાને ગમતું ન હોય તેથી તેણે ના પાડી હતી.

આ બાબતનું મનદુઃખ રાખી તા. ૧૯ની સવારનાં ત્રણ વાગ્યાનાં અરસામાં પત્નિ જાનવીએ નિંદ્રાધીન પતિ સમીરનાં મોઢા ઉપર એસિડ ફેંકીને દાઝ ઉતારી હતી.

એસિડ એટેકમાં સમીર જાવિયા દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવેલ. પોલીસ યુવાનની ફરિયાદ લઇ તેની પત્નિ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ બી ડીવીઝનનાં પી.એસ.આઇ. વી. કે. ડાકી ચલાવી રહ્યા છે.

(11:53 am IST)