Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજુલા તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી

અમરેલી તા. ૨૦ : રાજુલા તાલુકા પંચાયત ની પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી માટે આજે ચૂંટણી હતી જેમાં અઢી વર્ષ પૂર્ણ થયા હોવાને કારણે આજે ચૂંટણી કરવા માં આવી હતી અહીં વર્ષોથી ભાજપ સતા પર રાજ કરતું હતું પરંતુ આ વખતે ભાજપ ના ૩ બળવાખોર સદસ્યો એ કોંગ્રેસ ને ટેકો આપતા અહીં કોંગ્રેસ સતા પર આવી જતા કોંગ્રેસ ના કાર્યકરો ઉત્સાહ માં આવી ગયા હતા જોકે અહીં વહેલી સવારથી કોંગ્રેસ ભાજપના કાર્યકરો હોદેદારો તાલુકા પંચાયતના પટાંગણ માં પોંહચીયા હતા તો કોંગ્રેસ ના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, રવુભાઇ ખુમાણ સહીત ભાજપના કાર્યકરો હોદેદારો અહીં તાલુકા પંચાયત ની બહાર ઉભા હતા ત્યારે ચૂંટણી શરૂ થઈ ત્યાર થી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હતી જેના કારણે અગાઉથી અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સૂચનાના કારણે કાયદો વ્યવસ્થા ની સ્થિતિ જળવાય રહે તે માટે પી.આઈ. યૂડી જાડેજા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારી ઓ સાથે લોખંડિ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ ૧૧ વાગ્યા થી ભાજપ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ચકમક જોવા મળી હતી તાલુકા પંચાયત નજીકમાં કાર્યકરો ને પોલીસ ઉભા રહેવા નોહતી દેતી જેના કારણે ભારે કચવાટ ઉભો થયો હતો જોકે આ ચૂંટણી અતિ મહત્વ પૂર્ણ જિલ્લા માં હતી કેમ અહીં ભાજપ શાશન કરતુ હતું અને હવે કોંગ્રેસ સામે આવ્યું છે જેના કારણે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પણ અતિ ચિંતિત જોવા મળ્યું હતું ત્યાર બાદ બને પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયતની ચેમ્બરમાં પહોંચ્યા અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચૂંટણી શરૂ કરી દેવા માં હતી અને ભાજપના સદસ્યો દ્વારા ચૂંટણી બંધ રાખવા માટેની માંગ કરવામાં આવી હતી ઉગ્ર સુત્રોચાર કરતા અહીં મામલો બિચકયો હતો.

બને પાર્ટી ના સદસ્યોએ દેકારો કરી મુકતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને સમજાવટ નો પ્રયાસ શરૂ કર્યો હતો ત્યાર બાદ મામલો શાંત પડ્યો ત્યાર બાદ ફરીવાર હંગામો થતા પોલીસ એ ૯ તાલુકા પંચાયતના સદસ્યો અને ૩ ભાજપના કાર્યરો કુલ ૧ર લોકોની અટકાયત કરી લેતા ભાજપ માં દોડધામ મચી ગઈ હતી અને પરંતુ પોલીસ એ તમામ ને ૬૮ મુજબ ડિટેઇન કરી કાયદેસર કાર્યવાહી કરી હતી પી.આઈ. જાડેજા ના જણાવ્યા પ્રમાણે કાયદો વ્યવસ્થા જળવાય રહે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પોહચાડી અટકાવવા નો પ્રયાસ કરતા હોવાને કારણે તમામ લોકો ની સામે નિયમ મુજબ કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર, ઉપપ્રમુખ ગીતાબેન ધાખડા ની વરણી કરવા માં આવી હતી ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો એ ફુલહાર કરી સન્માન કરી મોં મીઠા કર્યા હતા તો બીજી તરફ કાર્યકરો એ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને ત્યાર બાદ ભાજપ ના કાર્યકરો દ્વારા ચૂંટણી ને લઇ ને પોલીસ દ્વારા અટકાયત કરવા ના મામલે હાઇકોર્ટમાં જવાની તૈયારી માટે મિટિંગ કરવા માં આવી હતી આગામી દિવસો માં શું રણનીતિ કરવી તેને લઇ ને ભાજપ ની એક મિટિંગ પણ મળી હતીઆગામી દિવસો માં ફરીવાર ચૂંટણી માટે ભાજપ તાતખો તૈયાર કરી રહી છે અને આજે કોંગ્રેસ સત્તા પર આવવા માટે નું કારણ ૩ સદસ્યો ભાજપ ના બળવાખોરો એ કોંગ્રેસ ને ટેકો આપતા કોંગ્રેસ ની બોડી બની હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજુલા તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપના સભ્યોની ગેરહાજરીમાં કોંગ્રેસ સત્તાપર આવેલ છે તેમ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ જણાવેલ છે. રાજુલા તાલુકા પંચાયતમાં સદસ્યોને રાજુલા પોલીસના લોકઅપમાં રાખી ચૂંટણી યોજાયાના આક્ષેપ કરેલ છે.

(1:02 pm IST)