Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગોંડલના વાછરામાં ગૌમાતાની અનેરી ભકિત

ગોંડલઃ તાલુકાના વાછરા ગામે યુવાનો દ્વારા વર્ષ ૨૦૦૩માં જય શ્રી વાછરા દાદા ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી ગૌશાળા બનાવવામાં આવી હતી આ ગૌશાળા બનાવતી વેળાએ ગૌશાળામાં પ્રથમ આવેલ ગૌમાતાનું સવારે પ્રસુતિ આવ્યા બાદ નિધન થતા ગૌશાળા ના સેવકોમાં શોકની લાગણી ફેલાવા પામી હતી બાદમાં ગૌશાળાના યુવક હોય ગૌ શાળાના પ્રાંગણમાં જ ગૌમાતાની સમાધિ અપાવી હતી. ગૌને સમાધિ માટે ગૌ શાળાના પ્રાંગણમાં જ જેસીબી મશીન દ્વારા સાત ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો અને ભુદેવ ને બોલાવી સમગ્ર ધાર્મિક વિધિ કરાવી ગૌમાતાને સાજશણગાર કરી સમાધિસ્થ કરાયા હતા આ વેળાએ વાછરા ના અરવિંદભાઈ સોરઠીયા કેતનભાઇ માલવયા હિતેશભાઈ ભરવાડ તેમજ અરવિંદભાઈ સાકરીયા સહિતના યુવાનો જોડાયા હતા. પ્રથમ ગૌમાતાના નિધનથી ગૌભકતો માં શોકની છવાયેલ હતી ગૌભકતો દ્વારા ગૌશાળાની ૧૫૦ ગાયોને લીલું ઘાસ તેમજ મકાઈ પીરસી હતી. ગોૈમાતાને સમાધી આપવામાં આવી તે તસ્વીર.

(11:38 am IST)