Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મોરબી પાસે ખનીજ ચોરી કરતા બે શખ્સો પકડાયાઃ બે ટ્રક કબ્જે

ટ્રકચાલક આલા વાઢીયા અને રમેશ ડબની ધરપકડ

મોરબી, તા.૨૦: મોરબી જીલ્લામાં બેરોકટોક ખનીજચોરી થતી હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ ખનીજચોરી કરનાર સામે કાર્યવાહી કરે છે. જેમાં અનધિકૃત રીતે ખનીજ પરિવહન કરતા વધુ બે ટ્રકો ઝડપી લેવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના યુ.કે.સિંગ અને તેની ટીમે ખનીજચોરી રોકવા માટે પેટ્રોલિંગ કરતી હોય જેમાં રવાપર રોડ પરથી પસાર થતા ટ્રક નં જીજે ૧૩ એટી ૭૩૧૦ ટ્રકમાં ૪૦ મેં. ટન બ્લેક ક્રેમ ભરેલી હોય તેમજ અન્ય એક ટ્રક જીજે ૩૬ બી ૬૪૮૦ ટ્રકમાં ૫ મેટ્રીક ટન બ્લેક ક્રેમ ભરેલી હોય જે બંને ટ્રક ખનીજ વિભાગની ટીમે ઝડપી લઈને બંને ટ્રકમાં ચાલક આલાભાઇ લાખાભાઈ વાઢીયા (રહે. જામજોધપુર)એ   ટ્રકના માલિક સામતભાઈ હોવાની કબુલાત આપી હતી જયારે બીજી ટ્રકના ચાલક રમેશભાઈ હારીભાઈ બની (રહે. મોરબી) એ ટ્રકના માલિક નીતિન પટેલ હોવાનું જણાવ્યું હતું બંને ટ્રક સહિતનો મુદામાલ જપ્ત કરી ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

(11:34 am IST)