Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગાંધીધામમાં વાપરવા આપેલ મોબાઇલ પરત માંગનાર મિત્રને બે ભાઇઓએ ધારીયા વડે વેતરી નાખ્યો

ભુજ તા.૨૦: ગાંધીધામનાં ગણેશનગર વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનામાં મિત્રને બે સગાભાઇઓએ ધારીયા વડે વેતરીને તેની હત્યા કરી હતી. ૨૨ વર્ષીય જિતેશ ખીમજી નિજારે પોતાના મિત્રને વાપરવા આપેલ મોબાઇલ પાછો માંગ્યો હતો તે દરમ્યાન સામાન્ય બોલાચાલી ઉશ્કેરાટમાં પરિણમતા મુકેશ નથુ કટુઆ અને રાજેશ નથુ કટુઆ  એ ધારીયા વડે જિતેશને વેંતરી નાખતા તેનું મોત નીપજ્યુ હતુ. પોલીસે બન્ને હત્યારા યુવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:29 am IST)