Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પાટીદારોના હક્ક, હિસ્સા અને અનામત માટે આંદોલનને વધુ વેગવંતુ કરાશેઃ હાર્દિક પટેલ

ઉપલેટામાં લલિત વસોયાની ઉપસ્થિતિમાં કડવા પટેલ સમાજના આગેવાનો સાથે મિટીંગ

ઉપલેટા, તા. ૨૦ :. ગત રાત્રીના બસ સ્ટેન્ડ ચોક ખાતે તુલસી એપાર્ટમેન્ટની અગાસી પર કડવા પાટીદારો અને હાર્દિક પટેલની મીટીંગ યોજવામાં આવેલ હતી.

આ તકે હાર્દિક પટેલના મતે ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન કડવા પાટીદારોના હક્ક અને હિસ્સા (અનામત)ના મુદ્દે ફરીથી જલદ આંદોલનો છેડવાની જાહેરાત કરી હતી. મીટીંગ અંતર્ગત પાસના કન્વીનર અને ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ વસોયાની ખાસ ઉપસ્થિતિ વચ્ચે કડવા પાટીદાર આગેવાન ગોપાલભાઈ ઝાલાવડીયા, લેઉવા પટેલ સમાજના હોદેદારો અમુભાઈ ગજેરા, કીરીટભાઈ પાદરીયા, ભાયાવદર પાસના નયનભાઈ જીવાણી તથા પાનેલી મોટીના કન્વીનર જયંતીભાઈ ભાલોડીયાની ઉપસ્થિતિ વચ્ચે ઉપલેટા, જામજોધપુર અને પાનેલી મોટીના કડવા પાટીદારો આવનાર દિવસોમાં અનામતના મુદ્દે સરકાર સામે ફરીથી ખેલ કરવાના મુડમાં જોવા મળ્યા હતા.

તમામ હોદેદારોએ પાસને સમર્થન આપી હાર્દિકની લડાઈમાં સાથે હોવાનું જણાવ્યુ હતું.

(11:28 am IST)