Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ખંભાળીયામાં મુસ્લિમ વ્યકિત સાથેનાં હનીટ્રેપ પ્રકરણમાં ૩ જેલહવાલે

ખંભાળીયા તા. ર૦: પોરબંદર રોડ પર પીરની દરગાહ પાસે દ્વારકાના મુસ્લિમ શખ્સ સાથે ૧.૧૦ લાખની લૂંટ તથા હનીટ્રેપના બનાવના સંદર્ભમાં પો.ઇ. અરવિંદસિંહ જાડેજા તથા પો.સ.ઇ. ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

બસીર ખમીશા ભોકલ, ફિરોઝ ખમીશા ભોકલ તથા દાવા ડાકી ગઢવી રહે. પરોભયા વાળાને પકડીને બે દિવસની રીમાંડ પર લીધા હતા તેમની પુછપરછમાં ઠગાઇ કરીને લઇ લેવાયેલ ૧.૧૦ લાખ પૈકી ૭૦ હજાર રૂપિયા તેમણે જુદી જુદી જગ્યાએથી કાઢી આપતા પોલીસે તે કબજે કર્યા હતા તથા બે દિવસની રીમાંડ પૂરી થતાં કોર્ટ હવાલે કરતા જેલ હવાલે કરાયા છે.

બનાવમાં બસીરની પત્ની આનિગયાના બશીર ભોકલ કે જે ફરાર હોય તેને પકડી પાડવા માટે પોલીસે મોબાઇલ તથા અન્ય લોકેશનમાં તપાસ કરવાનું શરૂ કર્યું છે તથા બાકીની લૂંટની રકમ તેણીની પાસે હોવાનું આ ત્રણ આરોપીઓએ કબૂલ કર્યું હતું.

(4:15 pm IST)
  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST

  • અમદાવાદના બોપલ ઘુમા નપામાં બાળમજુરી આવી સામે : ૧૮ વર્ષથી ઓછી વયના કિશોર ચલાવે છે પાલીકાના ટ્રેકટરઃ બાળમજુરી પર બોલ્યા ચીફ ઓફીસરઃ તપાસ કરવામાં આવશેઃ પ્રણવ શાહઃ લાયસન્સ વિના હેવી વાહન ચલાવે છે કિશોર access_time 4:29 pm IST

  • કચ્છના ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘુસણખોરો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ : બીએસએફએ પેટ્રોલીંગ દરમિયાન આ ઘુષણખોરોને ઝડપી લીધા હતાઃ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ access_time 4:05 pm IST