Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કચ્‍છનાં માતાના મઢમાં હોમાદિક ક્રિયાઓ સાદગીપૂર્વક

ભુજ, તા.૨૦: માં આશાપુરા ધામ માતાના મઢ કચ્‍છ ખાતે રાત્રે સાદગીપૂર્વક રાજા બાવા યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષ સ્‍થાને હોમાદિક ક્રિયા યોજાઇ હતી.

મહારાજ દેવકૃષ્‍ણ જોશી તેમજ બ્રાહ્મણો દ્વારા વિવિધ ફળો ફૂલો દ્વારા આહુતી અર્પણ થયેલ ઉગની આઠમ મંગળવાર રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી એ મધ્‍ય રાત્રીના ૧૨:૩૦ કલાકે હવનમાં બીડુ હોમવામાં આવેલ. સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયુ હતુ.(તસ્‍વીરઃ ધીરજ સ્‍ટોર્સ માતાના-મઢ કચ્‍છ અહેવાલઃ વિનોદભાઇ પોપટ)

(11:52 am IST)
  • શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના તમામ ઔદ્યોગિક ઝોન બુધ-ગુરૂ બે દિવસ બંધ રહેશે : કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા. ૨૧ અને ૨૨ (બુધ - ગુરૂ) માટે શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના ઔદ્યોગિક ઝોનના તમામ ઍકમો બંધ રહેશે તેમ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશનના રમેશભાઈ ટીલાળા, રતિલાલ સાડરીયા અને કિશોરભાઇ પટેલે જણાવ્યુ છે access_time 1:04 pm IST

  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધનની જાહેરાત : COVID19 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળની વીમા યોજના, આરોગ્ય સેવા આપતા કર્મચારીઓ માટે આજથી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. access_time 11:31 pm IST

  • શેરબજારમાં આજે પણ ગાબડુ : સેન્સેકસ ૫૦૦થી વધુ પોઇન્ટ ડાઉન : આજે પણ શેરબજારમાં કોરોનાની માઠી અસર : બપોરે ત્રણ વાગ્યે સેન્સેકસ ૫૦૯ પોઇન્ટ ઘટીને ૪૭૪૪૦ અને નિફટી ૧૪૫ પોઇન્ટ ઘટીને ૧૪૨૧૪ ઉપર છે access_time 4:04 pm IST