સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

કચ્‍છનાં માતાના મઢમાં હોમાદિક ક્રિયાઓ સાદગીપૂર્વક

ભુજ, તા.૨૦: માં આશાપુરા ધામ માતાના મઢ કચ્‍છ ખાતે રાત્રે સાદગીપૂર્વક રાજા બાવા યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષ સ્‍થાને હોમાદિક ક્રિયા યોજાઇ હતી.

મહારાજ દેવકૃષ્‍ણ જોશી તેમજ બ્રાહ્મણો દ્વારા વિવિધ ફળો ફૂલો દ્વારા આહુતી અર્પણ થયેલ ઉગની આઠમ મંગળવાર રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી એ મધ્‍ય રાત્રીના ૧૨:૩૦ કલાકે હવનમાં બીડુ હોમવામાં આવેલ. સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયુ હતુ.(તસ્‍વીરઃ ધીરજ સ્‍ટોર્સ માતાના-મઢ કચ્‍છ અહેવાલઃ વિનોદભાઇ પોપટ)

(11:52 am IST)