Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ:ગાંધીધામમાં કરા સાથે વરસાદ :ભચાઉના ગામડાઓમાં માવઠાથી ખેડૂતો પરેશાન

નખત્રાણા અને લખપત તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો:નેત્રા, માતાના મઢ, રવાપર, ઉખેડા સહિતના ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

ભુજ :  ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી બદલાયેલા વાતાવરણના પગલે  કચ્છમાં સતત  ચોથા દિવસે વરસાદ થતા ખેતીને ભારે નુકસાન થઇ રહ્યું છે. ગાંધીધામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.તો ભચાઉ તાલુકાના ગામડાઓમાં પણ વરસાદથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. નખત્રાણા અને લખપત તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે. નેત્રા, માતાના મઢ, રવાપર, ઉખેડા સહિતના ગામમાં કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે.

(12:04 am IST)