Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબી ખાણ ખનીજ ટીમે આળસ ખંખેરી : બે દિવસમાં ૧૩ ડમ્પર સહીત ત્રણ કરોડનો મુદામાલ જપ્ત કર્યો.

ખનીજ ચોરી કરનાર તત્વો પર આકરી કાર્યવાહી કરી ખનીજ વિભાગ ટીમના એક્શનથી ખનીજચોરોમાં ફફડાટ.

મોરબી જીલ્લામાં બેફામ ખનીજચોરી કરવામાં આવતી હોય અને છાશવારે ખનીજ ચોરીની ફરિયાદોને પગલે ખાણ ખનીજ વિભાગની ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી જેમાં બે દિવસમાં જ હળવદ અને મોરબી પંથકમાંથી ૧૩ ડમ્પર અને બે હિટાચી મશીન સહીત ૩ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની સુચનાથી માઈન્સ સુપરવાઈઝર ગોપાલભાઈ ચંદારાણા, મિતેશ ગોજીયા, સર્વેયર ગોપાલભાઈ સુવાની ટીમ ખનીજ ચોરી ડામવા માટે કાર્યરત હોય દરમિયાન શનિવારે એક ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૪૭૮૪ માં ગેરકાયદેસર ફાયર કલે ખનીજનું વહન કરવામાં આવતું હોય જેથી ઝડપી લીધું હતું તેમજ ચરાડવા ખાતેથી ડમ્પર જીજે ૦૧ ડીઝેડ ૮૬૩૧ અને ડમ્પર જીજે ૦૯ એયુ ૯૯૭૬ માં ગેરકાયદેસર રાજસ્થાન માટીના વહન કરતા ઝડપાયા હતા જેથી ઝડપી લીધા હતા અને શનિવારે સાંજે જેતપર ગામમાંથી પસાર થતી ધોડાધ્રોઈ નદીના પટમાં તપાસ કરતા હિટાચી મશીન સાદી રેતી ખનીજ ખોદકામ કરતા મળી આવ્યું હતું
ખાણ ખનીજ ટીમે રવિવારે પણ અભિયાન ચાલુ રાખ્યું હતું જેમાં રવિવારે ટીમે કાંતિપુર ગામમાંથી ગેરકાયદેસર માટી/મોરમ ખનીજના ખોદકામ સબબ હિટાચી મશીન અને ૧૦ ડમ્પર દ્દ્પી લીધા હતા અને માટી/મોરમનું ખોદકામ દિલીપ બીલ્ડકોણ લીમીટેડ કંપની દ્વારા નેશનલ હાઈવેના કામમાં ઉપયોગમાં લેતા હોવાની માહિતી ખનીજ વિભાગની ટીમ પાસેથી પ્રાપ્ત થઇ છે ખાણ ખનીજ ટીમે બે દિવસમાં કુલ ૧૩ ડમ્પર અને ૨ હિટાચી મશીન ગેરકાયદેસર ખનીજ ખોદકામ અને વહન કરતા ઝડપી લઈને ૩ કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે.

(11:44 pm IST)