Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગ મળી: જીલ્લા પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી

મોરબી : રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી હતી


આ મીટીંગમાં જગદીશભાઈ બાંભણીયા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી મોરબી જીલ્લાના આગેવાનો અમિતભાઈ ગંગારામભાઈ અગેચણીયા, તુલસીભાઈ ગોરધનભાઈ પાટડીયા, નીલેશભાઈ દેગામાં, યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, અજયભાઈ વાઘાણી, ગોપાલભાઇ ઉપશરીયા, ધનજીભાઈ સંખેસરીયા, વીપુલભાઈ, નવઘણ, અવચરભાઈ, જેન્તીભાઇ ભાઈ, ધાટીલીયાભાઈ, ગણેશીયા સુરેશભાઈ, યોગેશભાઈ ઉઘરેજા, અનીલભાઈ સારલા, દીલીપભાઇ અગેચાણીયા, મનુભાઈ જીરાજ ઝીંઝુવાડીયા, ઉપશરીયા ગૌતમભાઈ હમીરપરા સહિતના મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:42 pm IST)