Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ ડે ક્રિકેટ ટુર્નામેન્ટની મેગા ફાઈનલ મેચ યોજાઈ:ક્રિષ્ના ઈલેવનનો છ વિકેટે વિજય

મોરબી :શ્રી માળિયા (મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ નાગડાવાસ ખાતે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેગા ફાઈનલમાં ક્રિષ્ના ઈલેવનનો છ વિકેટે વિજય થયો હતો

જે ફાઈનલ મેચમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી પી વી અંબારીયા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી આર ગરચર, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, માળિયા ટી.પી.ઈ.ઓ ડો. શર્મિલાબેન હુંબલ, બ્રહ્મસમાજ મહામંત્રી અમુલભાઈ જોષી, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા, ચમનભાઈ ડાભી, કાનાભાઈ રાઠોડ,  કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, દેવરાજભાઈ આલ, પ્રફુલભાઈ નાયકપરા, ચતુરભાઈ પાટડીયા, અજયભાઈ ડાંગર, ગૌરાંગભાઈ યાદવ, તુષારભાઈ બોપલીયા, સુરેશભાઈ ડાંગર તેમજ નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા
જે ટુર્નામેન્ટમાં ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તથા મહામંત્રી  હસુભાઈ સરડવા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

 

(11:01 pm IST)