Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીમાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ૨૬૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં આજે ધોરણ ૧૦ માં વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ૨૬૨ અને વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમા) ના પેપરમાં ૦૧ મળીને કુલ ૨૬૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

મોરબી જીલ્લામાં આજે ધોરણ ૧૦ ની પરીક્ષામાં વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના ૨૬૧ અને અંગ્રેજી માધ્યમના ૦૧ મળીને કુલ ૨૬૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમા) વિષયના પેપરમાં એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો અને ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ૨૬૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૬૮૮ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

   
(11:00 pm IST)