Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીના રવાપર રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

મોરબીના રવાપર રોડ પર આવેલ રહેણાંક મકાનમાં એલ.સી.બી.પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે એક શખ્શ ઝડપાયો હતો.

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે આરોપી ભરત ઉર્ફે બી.કે. કાનજીભાઇ ચાવડાના રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧, માં આવેલા રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી ભરત વિદેશી દારૂની રૂપિયા ૮૨૫૦ની કિંમતની ૨૨ નંગ બોટલ સાથે મળી આવ્યો હતો.
જેથી પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:00 pm IST)