Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ધોરાજીમાં રમજાન માસની ઉજવણી માટે મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ

તા 23 એ સંભવિત ચંદ્ર દર્શન 24 એ પેહલું રોજુ : સતત એક મહિના સુધી ધોમ ધખતા તાપ માં મુસ્લિમો રાખશે રોજા

ધોરાજી :મુસ્લિમ સંપ્રદાયનો સૌથી વધુ દિવસ ચાલનારો તહેવાર એટલે કે રમજાન રમજાન માસનું તારીખ 23 ના રોજ સંભવિત ચંદ્ર દર્શન બાદ પ્રારંભ થશે 23 એ ચંદ્ર દર્શન બાદ રાત્રે પહેલી નમાજે તરાવી થશે અને તારીખ 24 ના રોજ પ્રથમ રોજો  થશે

મુસ્લિમ ઓલેમાં સૈયદ શકીલ બાપુ સીરાજી મુફ્તી નવાજ સાહેબ યારે અલ્વી અને હાફિજ ઉંવેશ સાહેબ યારે  અલવી એ જણાવેલ કે  રમજાન માસ એટલે કે નમાજ પઢી રોજા રાખી અને અલ્લાહની બંદગી કરી અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરી અને અલ્લાહ ને રાજી કરવાનો માસ એટલે કે રમજાન આ માસની અંદરમાં મુસ્લિમો સવારે સૂર્યોદય પહેલા રોજુ બાંધે છે અને સાંજે સૂર્ય અસ્ત થયા ના સમયે રોજો ખોલે છે સતત 14 કલાક સુધી ધોમધખતા તાપમાં અનજળનો ત્યાગ કરી અને મુસ્લિમ અલ્લાહને રાજી કરવા માટે રોજા રાખતા હોય છે અને ધનવાન લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે ગરીબ જરૂરિયાતમંદ બેવા અને મિસ્કીન લોકો ને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ થતા હોય છે
  રમજાન માસની ઉજવણીના ભાગરૂપે તમામ મસ્જિદોને રોશનીના જગમગટ થી શણગારવામાં આવી છે રમજાન શરૂ થતા ની સાથે જ મસ્જિદોમાં ઇફ્તાર સહિતના કાર્યક્રમો યોજાશે અને મસ્જિદો તિલાવતે કુરાન થી ગુંજી ઉઠશે ધોરાજીમાં રમજાન માસની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ છે ત્યારે બજારની અંદરમાં જેલી ફાલુદા શરબત સહિત અનેક ઠંડા ગરમ પીણા ની ખરીદી ની પણ ધૂમ જોવા મળી રહી છે
આ તહેવાર નિયમિતે સૈયદ કયુંમ બાવા શીરાજી સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી મુસ્લિમ સમાજના મોભી અને સૌરાષ્ટ્ર કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઈબ્રાહીમભાઇ કુરેશી તથા અફરોજભાઈ લક્કડકુટા અનવરસા બાપુ રફાઈ તથા રિયાઝ ભાઈ દાદાની અને મુસ્લિમ સમાજના લોકોએ આ તહેવારની મુબારક બાદ પાઠવી છે

 

(6:41 pm IST)