Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લા ની જામ રાવલ નગરપાલિકા માં કેસરિયો લહેરાયો : વી.પી.પી. ના શાસન નો અંત

(કૌશલ સવજાણી દ્વારા)

છેલ્લા 2 વર્ષ થી રાવલ નગરપાલિકા માં વી.પી.પી. ના શાસન નો અંત કરી અને પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ ના નેતૃત્વ માં તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવી અને ધારાસભ્ય  પબુભા માણેક ના માર્ગદર્શન હેઠળ આજ રોજ રાવલ નગરપાલિકા માં કેસરિયો લહેરાયો છે અને પ્રમુખ તરીકે લલિતભાઈ લખમણભાઇ જાદવ અને ઉપ પ્રમુખ તરીકે લાખીબેન લખમણ ભાઈ જાદવ વિજેતા થયા છે.. 24 પૈકી 14 સદસ્યો એ ભાજપ શાસિત પ્રમુખ અને ઉપ પ્રમુખ ની તરફેણ માં વોટ આપી અને વિજેતા બનાવેલ છે.

      આ સમગ્ર પ્રક્રિયા માં જિલ્લા ભાજપ ના 3 મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઇ નકુમ અને ભરતભાઈ ગોજિયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ની ટીમ નું અને રાવલ શહેર મંડળનું મહત્વનું યોગદાન રહેલ છે.

(6:25 pm IST)