Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોટીલાખાણી ગામે શ્રી મચ્‍છો માતાજી પુનીયા મામાના ભૈરાનું આયોજન બે ગામ એક પંગતે જમશે

ફલ્લા તા. ર૦ :.. જામનગર તાલુકાના મોટીલાખાણી ગામે આગામી તા. ર૩, ર૪, અને રપ ત્રણ દિવસ સુધી શ્રી મચ્‍છોમાતાજી પુનીયા મામાના ભૈરાનું ભવ્‍ય આયોજન સમસ્‍ત ઝાપડા (ભરવાડ) પરિવાર દ્વારા કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે હોમાત્‍મક શતચંડી યજ્ઞ, હવન, ત્રણેય દિવસ બપોરે અને સાંજે મહાપ્રસાદ, તા. ર૪-૩-ર૩ ના રાત્રે જાણીતા કલાકાર રશ્‍મિનાબેન રબારીનાં રાસ-ગરબાનો કાર્યક્રમ રાખેલ છે. આ પ્રસંગે સંતો - મહંતો ખાસ ઉપસ્‍થિત રહેશે. જયારે સમગ્ર ગુજરાતનાં રાજકીય આગેવાનો પણ ઉપસ્‍થિત રહેશે. બંને ગામ નાનીલાખાણી અને મોટીલાખાણી ગામ એક પંગતે જમશે. તો દરેક ધર્મપ્રેમી જનતાએ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાનું નિમંત્રણ સમગ્ર ઝાપડા પરિવારો પાઠવેલ છે.

(1:54 pm IST)