Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ડ્રગ્‍સ સાથે ઝડપાયેલ જુનાગઢનો હરેશ વદર સાબરમતી જેલ હવાલે

જુનાગઢ તા.ર૦ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટી દ્વારા જુનાગઢ જીલ્લામાં એનડીપીએસ પદાર્થો ગેરકાયદેસર રીતે વેચાણ, હેરફેર, ખરીદી, સંગ્રહ, ઉપયોગ કરતા ઇસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદી રસ્‍તે જતા અટકાવવા અને એનડીપીએસ એકટ તળેના ગુનાઓ કરતા ઇસમો વિરૂધ્‍ધ પીટએનડીપીએસ એકટ ૧૯૮૮ મુજબની દરખાસ્‍ત તૈયાર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જેથી હરેશ ભુપતભાઇ વદર, ઉ.વ.૩પ રહે. હાલ જુનાગઢ ઝાંઝરડા ગામ વલ્લભનગર (મુળ) ધંધુસર તા. વંથલીને  જી. જુનાગઢને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ. એ.એમ.ગોહિલ એ.એસ.આઇ. સામતભાઇ બારીયા, એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો. હેડ કોન્‍સ. અનિરૂધ્‍ધ વાંક, મહેન્‍દ્રભાઇ ડેર, મજીદખાન પઠાણ, પ્રતાપભાઇ શેખવા, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, જયેશભાઇ બકોત્રા તથા પો. કોન્‍સ. વિશાલભાઇ ડાંગર, રોહિતભાઇ બારડ વિગેરેએ કરી હતી.

(1:53 pm IST)