Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કેશોદના પાડોદર ગામે સગીરાને ભગાડી જનાર યુવાનનાં પિતાનો સગીરાના પિતા પર હુમલો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૦:  તાલુકાનાં પાડોદર ગામેથી ગત તારીખ આઠમી માર્ચનાં પોલીસ સ્‍ટેશન માં પોતાની સગીર વયની પુત્રીને પાડોદર ગામનો હદાભાઈ રાણાભાઈ સોલંકી ભગાડી ગયાની ફરિયાદ સગીરાના પિતા કાનાભાઈ અરશીભાઈ પીઠીયા એ નોંધાવી હતી. આજરોજ પોતાની વાડીએથી મોટરસાયકલ લઈને કાનાભાઈ અરશીભાઈ પીઠીયા પાડોદર ગામમાં પોતાનાં ઘરે જઈ રહ્યાં હતાં ત્‍યારે રાણાભાઈ આતાભાઈ સોલંકી નાં ઘર પાસેથી પસાર થતાં પાછળથી કુહાડી જેવું તિક્ષણ હથીયાર થી ઘા ઝીંકી દેતાં ઈજાગ્રસ્‍ત હાલતમાં નીચે પડી ગયાં હતાં. તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ સેવા ૧૦૮ મારફતે સારવાર માટે કેશોદ ખસેડવામાં આવ્‍યા બાદ પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. કેશોદ પોલીસ દ્વારા ઈજાગ્રસ્‍ત કાનાભાઈ અરશીભાઈ પીઠીયા ઉંમર વર્ષ ૫૫ નું નિવેદન નોંધી હુમલો કરનાર રાણાભાઈ આતાભાઈ સોલંકી રહેવાસી પાડોદર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:49 pm IST)