Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કેશોદ ચુનાભઠ્ઠી વિસ્‍તારમાં ઉતાવળીયા નદીના વહેણમાં મળત જનાવરોથી દુર્ગંધ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૦: પાલિકા વિસ્‍તારમાં આવેલા ચુનાભઠ્ઠી વિસ્‍તારમાં ઉતાવળીયા નદીનાં વહેણમાં ભુગર્ભ ગટરની ચેમ્‍બરો તુટી જવાથી ઉભરાઈ રહી છે. ઉપરાંત મરેલાં કુતરાં ભુંડ પાણીમાં સડી જતાં દુર્ગંધ ફેલાતી હોવાથી સ્‍થાનિક રહીશો દ્વારા કેશોદ નગરપાલિકામાં જાણ કરી હોવા છતાં કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં રહીશો માં રોષ ફેલાયો છે. ઉનાળામાં ગરમીથી બચવા રહીશો ને બહાર ખુલ્લામાં બેસવું હોય તો પણ દુર્ગંધ અને મચ્‍છરોનાં ત્રાસથી બેસી શકતાં નથી.  કેશોદ નગરપાલિકાનાં પુર્વ ઉપપ્રમુખ અને પુર્વ કારોબારી સમિતિ નાં ચેરમેન બાઘુભાઈ વેગડ દ્વારા લેખિતમાં ઉતાવળીયા નદી અને ટીલોળી નદી કિનારે આવેલા દબાણો દુર કરી નદી ઉડી અને પહોળી કરવા માંગ કરી છે ચારચોક રેલ્‍વે ફાટક પર અંડરબ્રીજ નું કામ ચાલુ છે ત્‍યારે ચોમાસામાં વરસાદી પાણીનો સહેલાઈથી નિકાલ કરવા માટે ઉતાવળીયા નદી અને ટીલોળી નદી કિનારે આવેલા દબાણો દુર કરી ઉડી અને પહોળી કરવી જરૂરી છે આમછતાં જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્‍યાં નથી જેથી ચોમાસામાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ તો નવાઈ નહીં.

(1:48 pm IST)