Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ખંભાળિયા અને દ્વારકા વિસ્‍તારમાંથી બે સ્‍થળોએથી રૂ. ૧.૧૮ લાખના કોપર વાયરની ચોરી

(કૌશલ સવજાણી દ્વારા )ખંભાળિયા, તા. ૨૦ : જે.પી. દેવળીયા ગામની સીમમાં રહેલા વિંડ વર્લ્‍ડ કંપનીની પવનચક્કી નજીકના ખુલ્લા ભાગમાં રહેલા ટ્રાન્‍સફોર્મરમાં ફીટ કરવામાં આવેલા આશરે ૪૦ મીટર જેટલા ર્અથિંગ કોપર વાયરની ચોરી થયાનો બનાવ બનવા પામ્‍યો છે. આ પ્રકરણમાં રૂપિયા ૨૪ હજારના કોપર વાયરની ચોરી થવા સબબ લાલપુર તાલુકાના ગોવાણા ગામના કરસનભાઈ નાથાભાઈ પાથરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્‍યા તસ્‍કરો સામે ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે.

દ્વારકા તાલુકાના વાંછું ગામથી ગોરિંજા ગામ સુધીના વિસ્‍તારમાં

આવેલી વિન વર્લ્‍ડ ઇન્‍ડિયા લિમિટેડ પવનચક્કીની કંપનીના અલગ અલગ ટાવરમાં આવેલા ટ્રાન્‍સફોર્મરમાંથી અજાણ્‍યા તસ્‍કરોએ ૩૧૨ મીટર અર્થીંગ દીધેલો કોપર વાયર ચોરી કરી ગયાનું ખુલવા પામ્‍યું છે.

રૂ. ૯૩,૬૦૦ ની કિંમતના કોપર વાયરની ચોરી કરવા સબબ ધીરાભા હરિયાભા માણેકની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે  તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્‍થા સાથે ભાતેલનો યુવાન ઝડપાયો

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા જયવંતસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના ૩૫ વર્ષના શખ્‍સને પોલીસે રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમતની ૩૫ બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા ૫,૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહીબિશન એક્‍ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

બોળકી ગામનો યુવાન હથિયાર સાથે ઝડપાયો

ભાણવડ તાલુકાના બોળકી ગામે રહેતા રાજુ દેવશીભાઈ દેવાભાઈ ખીંટ નામના ૩૮ વર્ષના શખ્‍સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી બનાવટના અગ્નિશાષા સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

કલ્‍યાણપુરમાં મજૂરી કામ કરતા  યુવાનનું કરુણ મળત્‍યુ

મધ્‍ય પ્રદેશ રાજ્‍યના ધાર જિલ્લાના કુકશી તાલુકામાં રહેતા શ્રવણભાઈ સમીરભાઈ શિંગાડ  કલ્‍યાણપુર તાલુકાના સતાપર ગામે માધવ ટ્રેડિંગ નામની પેઢીમાં સેન્‍ટીંગના કામ વખતે લોખંડની જાળી પડતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવની જાણ સતાપર ગામના રાજુભાઈ ભીમશીભાઈ પોસ્‍તરીયાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

(1:48 pm IST)