Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ખંભાળિયા-કલ્‍યાણપુર દ્વારકા પંથકમાં વરસાદ ઘઉં, કપાસ, જીરૂ, તરબુચના પાકને નુકસાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૦ : દેવભુમી દ્વારકા જિલ્લામાં બે દિવસ પહેલા ખંભાળિયા તથા દ્વારકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ પડયો હતો. તે પછી ગઇકાલે સાંજે કલ્‍યાણપુર ખંભાળિયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે બરફના કરાનો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા તથા બાકી રહેલા ઘઉં, કપાસ, જીરૂ તથા તરબુચના પાક વાવેલા ખેડુતોને ભારે નુકસાન થયુ હતુ. કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા, ધતુરીયા વિ. ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો તથા બરફના કરા પડયા હતા તો ભાણવડ તાલુકાના સણખલા ગામે પણ ભારે બરફના કરા પડયા હતા તથા ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા હતા. ખંભાળિયા તાલુકાના ભાડથર, સેઢા ભાડથર, તથા લાખપરકા વિ. ગામોમાં પણ ભારે પવન સાથે બરફના કરા પડયા હતા.

(1:46 pm IST)